A mirror is about you!
સૌગાત પણ થઇ શકે!
શબ્દો કદી હોઠથી બાકાત પણ થઇ શકે,
મનમાં કદી મૌનથી બે વાત પણ થઇ શકે!
અવકાશ આ શૂન્યનો છે ચોતરફ તોય શું!
અજવાસનાં રંગમાં પટ સાત પણ થઇ શકે!
સામે ધરી આઈનો ચાતક સમું શોધજો,
અંદર મળે એ જ ખુદની જાત પણ થઇ શકે!
પણ ખુદ તરફ શૌર્યતાથી ક્યાં સુધી તાંકશો?
અંતે ઢળે પોપચા તો રાત પણ થઇ શકે!
લૂછાય જો ભેજનો આભાસપટ કાચ પર,
અંધારપટ આથમી પ્રભાત પણ થઇ શકે!
ક્યારેક જો કાચમાં કોઇ અચાનક મળે,
આખી છબી જાતની સૌગાત પણ થઇ શકે!
ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
-તેજસ શાહ
28th May, 2011

મે 28, 2011 at 9:41 pm
અવકાશ આ શૂન્યનો છે ચોતરફ તોય શું!
અજવાસનાં રંગમાં પટ સાત પણ થઇ શકે!
ખુબ જ સરસ.
મે 30, 2011 at 5:42 pm
શબ્દો કદી હોઠથી બાકાત પણ થઇ શકે,
મનમાં કદી મૌનથી બે વાત પણ થઇ શકે!
બહુ સરસ.
મે 30, 2011 at 5:48 pm
ક્યારેક જો કાચમાં કોઇ અચાનક મળે,
આખી છબી જાતની સૌગાત પણ થઇ શકે!………….bahu mast………
મે 30, 2011 at 7:09 pm
Nice gazal
મે 30, 2011 at 11:44 pm
ખૂબ સરસ દર્શન.
કાશ! એ વાસ્તવિકતા બને.
એક શેર શીઘ્ર …
એવું બને તો પ્રજ્વળે દીપ સાત કોઠમાં
પોતાની સાથે એક મુલાકાત થઇ શકે!
મે 31, 2011 at 1:41 am
આ ક્ષણમા જીવતાં જો આવડે
તો જીવન ધન્ય પણ થઈ શકે.
મે 31, 2011 at 2:53 am
Sundar SabdoMa ek Sundar Rachana ! Enjoyed !
DR. CHANDRAVADAN MISTRY
www/chandrapukar.wordpress.com
See you on Chandrapukar …lon time not seen you !
મે 31, 2011 at 3:14 am
વાહ વાહ તેજસભાઇ સરસ ગઝલ ..સરસ વિચારો….
મે 31, 2011 at 3:31 am
ક્યારેક જો કાચમાં કોઇ અચાનક મળે,
આખી છબી જાતની સૌગાત પણ થઇ શકે!
આયનાના પ્રતીકને વિવિધ રીતે એક્સ્પ્લોર કરતી રચના. સૌદર્ય અને ચિંતન બન્નેની ગૂંથણી બખૂબી થઈ છે.
મે 31, 2011 at 7:16 pm
અવકાશ આ શૂન્યનો છે ચોતરફ તોય શું!
અજવાસનાં રંગમાં પટ સાત પણ થઇ શકે!
Waah!
June 1, 2011 at 8:21 am
સુંદર ગઝલ!
June 16, 2011 at 11:05 am
સુંદર ગઝલ … મત્લા અને મક્તાનો શેર સવિશેષ ગમ્યો.
June 23, 2011 at 2:19 am
વાહ તેજસભાઈ…..
સરસ ગઝલ થઈ છે
રદિફ સાથે કાફિયાનું સાયુજ્ય સુંદરરીતે સધાયું છે-અભિવ્યક્તિનો અંદાઝ પણ ગઝલયતથી ભર્યો-ભર્યો.
અભિનંદન.