દીદાર જોયા છે!

દીદાર જોયા  છે!

અમે સીધી લકીરોનાં નવાં આકાર જોયા છે!
અને અવિરત તમાશા પણ તબક્કાવાર જોયા છે!

મળેલાં દોસ્તમાં વિશ્વાસ તો નક્કર હશે, તો પણ,
ખુલાસા આપવાનાં ખોખલાં દીદાર જોયા છે!

છટાભર કોઇ સાથે તર્કની શર્તો નથી રાખી;
છતાં, સાલસ ચમકતી આંખમાં અંધાર જોયા છે!

લહેરોની વચોવચ નાવ પણ પકડાઇ, જળ છાંડી;
પછી એ નાવ પર વરસાદ મૂશળધાર જોયા છે!

નયનથી છેતરાયા બાદ, નીકળ્યાં કાન લઇ જોવાં!
અરે! ખેંચી અવાજોની પણછ; ટંકાર જોયા છે!

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા

 -તેજસ શાહ

7th July, 2011

14 Responses to “દીદાર જોયા છે!”

  1. પંચમ શુક્લ Says:

    આ ગઝલમાં, અવનવું, સતર્ક રીતે જોવાની વિભાવના સરસ રીતે મૂકાઈ છે. ચમકતી આંખમાં અંધાર અને કાન વડે જોવાની વાત દુન્યવી પરિક્ષણોને અતિક્રમી કશાક અકળ તમાશાને વાચા આપે છે.

  2. himanshupatel555 Says:

    અમે સીધી લકીરોનાં નવાં આકાર જોયા છે
    આ વાત જ ‘અવનવું, સતર્ક રીતે જોવાની વિભાવના ‘ છે…

  3. devikadhruvaDevika Dhruva Says:

    તેજસભાઇ, વાહ ઘણા વખત પછી તમારી ગઝલ મળી.! મક્તાનો શેર ખુબ સરસ થયો છે.

  4. P Shah Says:

    અમે સીધી લકીરોનાં નવાં આકાર જોયા છે…
    આવી કલ્પના તો એક કવિ જ કરી શકે !
    ખરેખર આજે નાવિન્યસભર એક સુંદર ગઝલ વાંચવા મળી.
    ખાસ અભિનંદન તેજસભાઈ ! દિલ સે !

  5. ડૉ.મહેશ રાવલ Says:

    સુંદર, પરંપરાના મિજાજથી નાવિન્યસભર કલ્પનો વડે મઢેલી અભિવ્યક્તિ……
    અભિનંદન તેજસભાઇ.

  6. SARYU PARIKH Says:

    તેજસભાઈ, બહુ સરસ. આગળની રચનાઓ પણ ગમી.
    સરયૂ પરીખ.
    http://www.saryu.wordpress.com

  7. narendrajagtap Says:

    વાહ વાહ તેજસભાઇ… મઝાની ગઝલ..
    મળેલાં દોસ્તમાં વિશ્વાસ તો નક્કર હશે, તો પણ,
    ખુલાસા આપવાનાં ખોખલાં દીદાર જોયા છે!….. મઝાનો શેર …..

  8. Dr P A Mevada Says:

    તમારી “જોવા”ની રીત ખૂબજ ગમી.

  9. Ramesh Patel Says:

    લહેરોની વચોવચ નાવ પણ પકડાઇ, જળ છાંડી;
    પછી એ નાવ પર વરસાદ મૂશળધાર જોયા છે!

    નયનથી છેતરાયા બાદ, નીકળ્યાં કાન લઇ જોવાં!
    અરે! ખેંચી અવાજોની પણછ; ટંકાર જોયા છે!
    …………………………………………..
    સુંદર, નાવિન્યસભર અભિવ્યક્તિ……
    અભિનંદન તેજસભાઇ.

  10. Dilip Gajjar Says:

    છટાભર કોઇ સાથે તર્કની શર્તો નથી રાખી;
    છતાં, સાલસ ચમકતી આંખમાં અંધાર જોયા છે!
    Khub j gahan arthsabhar gazal..Wah Tejas..kya bat hai

  11. pramath Says:

    છટાભર કોઇ સાથે તર્કની શર્તો નથી રાખી;
    છતાં, સાલસ ચમકતી આંખમાં અંધાર જોયા છે!

  12. venunad Says:

    અમે સીધી લકીરોનાં નવાં આકાર જોયા છે!
    અને અવિરત તમાશા પણ તબક્કાવાર જોયા છે!
    ખૂબજ સુંદર રચના, એક-એક શેર માણવાની મઝા પડી. અભિનંદન!

  13. Mayur Says:

    મળેલાં દોસ્તમાં વિશ્વાસ તો નક્કર હશે, તો પણ,
    ખુલાસા આપવાનાં ખોખલાં દીદાર જોયા છે!

    ખુબ જ સરસ

  14. Mayur Says:

    મિત્રો,
    ઘણા સમય પછી, બ્લોગમાં આવ્યો,
    છેલ્લા કેટલાય સમયથી એક વાર્તાનો પ્લોટ મારા મગજમાં રમી રહ્યો હતો, અને આજે તક મળી ગઇ એને બહાર લાવવાની, જીવનમાં પ્રથમ જ વખત વાર્તા લખવાનો વિવેકી અને નમ્ર પ્રયાસ કર્યો છે, અને વાર્તા પણ કેવી ! એક રહસ્યમય, ભાષાને શક્ય એટલી સરળ બનાવવાનો પ્રયાસ કર્યો છે, અને વાર્તાને ન્યાય આપવાનો પૂરતો પ્રયાસ કર્યો છે. છતા પણ મારી આ પ્રથમ વાર્તા છે, ભૂલો તો મેં ચોક્કસ જ કરી હશે, મિત્રો ને મારી વિનંતી છે કે આપનો અભિપ્રાય મને ચોક્ક્સથી આપજો, અને મારી ભૂલ પ્રત્યે મારૂં ધ્યાન દોરજો, જેથી વાર્તાનો અગામી અંક ચોંટદાર અને વધુ રહસ્યમય બનાવી શકું.
    મિત્રો મને આપના અભિપ્રાયની ઇંતેજારી રહેશે
    આપના આગમનની પ્રતિક્ષાએ
    – કુમાર મયુર –


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.